મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: DJ વિવાદમાં અલ્પેશ ઠાકોરનો યુ-ટર્ન: વિક્રમ ઠાકોરના નિવેદન બાદ અલ્પેશ ઠાકોરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

VIDEO: રાજ્યમાં છેલ્લા

તસવીર: GSTV

VIDEO: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજમાં પ્રસંગો દરમિયાન DJ વગાડવાને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. સુરેન્દ્રનગર ખાતે અલ્પેશ ઠાકોરે આ મુદ્દે મોટું નિવેદન આપતા પોતાનો પક્ષ બદલ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરના નિવેદન બાદ અલ્પેશ ઠાકોરે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આપણા જ છોકરાઓ છે, બેસીને નિરાકરણ લાવીશું 
અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોરે DJ મુદ્દે ચાલી રહેલા વિવાદ પર વિગતવાર વાત કરતા જણાવ્યું હતું કે, "DJ અંગે વિવાદ કરનારા આપણા જ સમાજના છોકરાઓ છે. આ કોઈ મોટો જંગ નથી, પરંતુ એક સામાજિક પ્રશ્ન છે જેનું નિરાકરણ આપણે સાથે બેસીને શાંતિથી લાવવાનું હોય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે સમાજમાં એકતા જળવાઈ રહે તે મહત્ત્વનું છે.

DJમાં ગરબા ગાવા માટે અપીલ 
પોતાના સંબોધનમાં અલ્પેશ ઠાકોરે યુવાનોને ટકોર કરતા જણાવ્યું હતું કે, "DJમાં જે મોટા સાઉન્ડ સિસ્ટમ સેટ કરો છો, તેનો ઉપયોગ હવે બેસીને ગરબા ગાવા માટે કરજો." આ નિવેદન દ્વારા તેમણે DJ સંસ્કૃતિને મર્યાદામાં લાવવા અને પરંપરાગત ગરબા તરફ વળવા માટે ઈશારો કર્યો છે.

વિક્રમ ઠાકોર વિરુદ્ધ અલ્પેશ ઠાકોર? 
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વિક્રમ ઠાકોરે DJ વગાડવાના સમર્થનમાં નિવેદન આપ્યું હતું, જેના કારણે ઠાકોર સમાજ બે ભાગમાં વહેંચાયેલો જણાતો હતો. વિક્રમ ઠાકોરની આક્રમક રજૂઆત બાદ અલ્પેશ ઠાકોરના આ નરમ વલણ અને 'યુ-ટર્ન'ને રાજકીય ગલિયારાઓમાં પણ ચર્ચાનો વિષય બનાવ્યો છે.

આ સમાચાર શેર કરો