VIDEO: ડાકોરમાં આજે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીના પવિત્ર પર્વની આસ્થાભેર ઉજવણી
યાત્રાધામ ડાકોરમાં આજે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીના પવિત્ર પર્વની આસ્થા


યાત્રાધામ ડાકોરમાં આજે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીના પવિત્ર પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોર રણછોડરાય મંદિર વૈષ્ણવ માર્ગી હોવાથી "અક્ષર તૃતીયા"ને આજે ઉજવવામાં આવ્યો વણજોયા મુહૂર્ત ગણાતા આજના દિવસે રાજાધિરાજ રણછોડરાયના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વૈષ્ણવ માર્ગી પરંપરા મુજબ મંદિરમાં ઠાકોરજીને વિશેષ શણગાર અને શીતળ ભોગ ધરાવવામાં આવ્યો છે.
કેરીનો રસ અને દૂધ-ભાતનો વિશેષ ભોગ
ગરમીની સિઝનને ધ્યાનમાં રાખીને આજે ભગવાનના વક્ષ સ્થળ પર ચંદનનો શીતળ લેપ કરવામાં આવ્યો છે. આજથી ભગવાનને ઠંડક પ્રદાન કરતા વ્યંજનો જેવા કે કેરીનો રસ અને દૂધ-ભાતનો વિશેષ ભોગ ધરાવવાની શરૂઆત થઈ છે.



