મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં વહીવટી વિવાદ ફરી વકર્યો, જાણો શું છે સમગ્ર મામલો

જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં વહીવટી વિ

જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં વહીવટી વિવાદ ફરી વકર્યો છે. નાણાકીય ગેરરીતિના આક્ષેપસર જે જેમને હાંકી કઢાયા હતા તેવા મહાદેવાનંદગીરીની ફરી નિમણૂક થતાં સાધુ રાજુગીરીએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજુગીરીનો આરોપ છે કે તંત્રએ રાજકીય દબાણને વશ થઈ આ નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી જણાવ્યું કે, પરંપરાગત સાધુઓને પૂજાથી વંચિત રાખી વિવાદાસ્પદ શખ્સોને સ્થાન અપાઈ રહ્યું છે. આ મામલે તેમણે હવે કાયદાકીય લડતની તૈયારી દર્શાવતા ભવનાથ ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે.

આ સમાચાર શેર કરો