VIDEO: બીલીમોરામાં સોમનાથ રોડ પર અકસ્માત, દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત
નવસારીના બીલીમોરામાં માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્

નવસારીના બીલીમોરામાં માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે નવસારીના બીલીમોરામાં સોમનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા બાઈક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લિપ થઈ હતી. આ દુર્ઘટનામાં પાછળ બેસેલા યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.
સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ
આ સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતા જ બીલીમોરા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




