મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: PM મોદીના ડેડિયાપાડાના પ્રોગ્રામમાં થયેલા ખર્ચ મુદ્દે AAP  ધારાસભ્ય ચૈતર વસાવાએ CID તપાસની માંગ કરી

VIDEO: નર્મદા જિલ્લામાં આજે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડ

તસવીર: GSTV

VIDEO: નર્મદા જિલ્લામાં આજે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડામાં તાજેતરમાં યોજાયેલા પીએમ મોદીના કાર્યક્રમમાં થયેલા મસમોટા ખર્ચને લઈ સીઆઈડી તપાસની માંગ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, પીએમ મોદીના કાર્યક્રમમાં ફક્ત રાજકીય વગ ધરાવતા લોકોને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા, 10 ઘણું વધારે પેમેન્ટ કરવામાં આવ્યું હતું. આદિવાસી લોકોના વિકાસના પૈસા તાઈફાઓમાં અમે વાપરવા દઈશું નહીં, પીએમ મોદીના કાર્યક્રમમાં ટેન્ડર નિયમોને નેવી મૂકીને અધિકારીઓ દ્વારા ભાજપ સાથે સંકળાયેલા રાજકીય લોકોને કરોડોની લ્હાણી કરાવી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગૌરવ દિવસની ઉજવણી કરી, તેની સામે વાંધો નથી પરંતુ કરોડોના તાયફા સામે અમને વાંધો છે. 

આપના ધારાસભ્યએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ડેડિયાપાડામાં થયેલા પીએમના કાર્યક્રમમાં ખર્ચાની વિગતો જાહેર કરતા આગળ જણાવ્યું કે, નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસના પૈસા સરકારે વાપર્યા છે. વિકાસ પર્વ, અમૃત મહોત્સવ, ગૌરવ યાત્રા, યુનિટી માર્ચમાં કરોડોનો ધૂમાડો, પરંતુ અમારા લોકોનું કુપોષણ ક્યારે દૂર થશે? સિકલ સેલની સમસ્યા ક્યારે દૂર થશે? આંગણવાડીઓ ક્યારે બનશે? શાળાઓ ક્યારે બનશે?. આંગણવાડીઓ, શાળાના ઓરડા, કુપોષિત બાળકો વગેરે ગ્રાન્ટ નથી, તાઈફાઓમાં નર્મદા જિલ્લાની ગ્રાન્ટ પૂરી કરવામાં આવી હતી. ટ્રાઈબલ ખાતામાં લોકો રોજગારી માટે જાય છે, તો ત્યાં ગ્રાન્ટ હોતી નથી. પીએમ મોદીના કાર્યક્રમમાં 20 બસોને લીલી ઠંડી આપવામાં આવી, આ બસો ક્યાં ગઈ?. પીએમ મોદીના કાર્યક્રમના ખર્ચા મુદ્દે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, રાજકીય વગ ધરાવતા નેતાઓ પર CID દ્વારા તપાસ કરવામાં આવે અને રકમને પુનઃ જમા કરવામાં આવે. આ અંગે એક અઠવાડિયામાં જવાબદાર લોકો સામે FIR કરવામાં આવે, નહિતર આવનારા દિવસોમાં કલેકટર અને એસપી કચેરી સામે આંદોલનો કરીશું. 

આ સમાચાર શેર કરો