Video: AAP ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા, કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત
ડેડીયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા 81 દિવસના જે
ડેડીયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા 81 દિવસના જેલવાસ પછી બહાર આવ્યા છે. કોર્ટ દ્વારા તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી છૂટી બહાર આવતા AAPના નેતાઓ અને હજારો સમર્થકો જેલ બહાર ઉમટી પડ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. ફૂલોના હાર અને ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આદિવાસી વિસ્તારના મસીહા તરીકે જાણીતા વસાવા આજે છૂટતા લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. AAP કાર્યકર્તાઓએ તેમને ગાડીમાં બેસાડીને વિજય સરઘસ કાઢ્યું હતું.




