મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દાહોદમાં જજ તરીકે ઓળખ આપી છેતરપીંડી કરનાર યુવક ઝડપાયો

દાહોદમાં એક ચોંકાવનારો છેતરપીંડીનો કેસ સામે આવ્યો છે, જ્યાં એક યુવક પોતાને જ

દાહોદમાં એક ચોંકાવનારો છેતરપીંડીનો કેસ સામે આવ્યો છે, જ્યાં એક યુવક પોતાને જજ તરીકે રજૂ કરી લોકો સાથે છેતરપીંડી કરતા ઝડપાયો હતો.  આરોપીએ કોર્ટ કેસના નિકાલની લાલચ આપી લોકોને ભરમાવ્યા હતા. મૂળ બનાસકાંઠાનો આ યુવક વકીલ સહિત વિવિધ હોદ્દાઓની ઓળખ આપીને છેતરપીંડી કરતો હતો.

દાહોદ નજીકના એક પેટ્રોલ પંપ પર જજ હોવાનો રોફ જમાવી તે ફરાર થયો હતો, પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે તેને સુરત નજીકથી ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અન્ય છેતરપીંડીના પુરાવા પણ મળ્યા છે. DYSP જગદીશ ભંડારીએ જણાવ્યું કે, આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. 

આ સમાચાર શેર કરો