મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરના વાતાવરણમાં અચાનક જોવા મળ્યો પલટો, નાગરિકોને ગરમીમાંથી મળી આંશિક રાહત

જામનગરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શહે

જામનગરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શહેરમાં એકાએક વાદળછાયું વાતાવરણ છવાઈ જતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. પવનની ગતિ અને દિશા બદલાવાને કારણે વાતાવરણમાં આ ફેરફાર નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે પવનની લહેરખીઓ શરૂ થતાં નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આ અણધાર્યા ફેરફારને કારણે તાપમાનમાં પણ થોડો ઘટાડો થયો છે, જેનાથી જામનગરવાસીઓએ હાશકારો અનુભવ્યો છે.

આ સમાચાર શેર કરો