VIDEO/ ગોત્રી નજીક આવેલી સોસાયટીમાં ત્રણ દિવસથી ભરાયા ગટર મિશ્રિત પાણી, ભારે દુર્ગંધથી લોકો ત્રાહિમામ
વડોદરાના ગોત્રી નટુભાઈ સર્કલ નજીક આવેલી તરુણ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસ
વડોદરાના ગોત્રી નટુભાઈ સર્કલ નજીક આવેલી તરુણ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી ગટર મિશ્રિત વરસાદી પાણી ભરાયેલું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પાણી ન ઉતરતાં વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. ગટરના દૂષિત પાણીની તીવ્ર દુર્ગંધથી લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને શ્વાસોચ્છવાસની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યાને ઉજાગર કરવા માટે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો છે, જેમાં ગંદા પાણીની સ્થિતિ સ્પષ્ટ દેખાય છે. તેઓએ વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક મદદની માગણી કરી છે. પાલિકાની ડ્રેનેજ વ્યવસ્થાની નિષ્ફળતા અને અપૂરતા પંપિંગ સ્ટેશનોને કારણે આ સમસ્યા ગંભીર બની છે, જેનો ઉકેલ લાવવા રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે.


