VIDEO: પોલીસ મિત્ર બનીને દબંગગીરી કરનાર શખ્સે મેળામાં યુવકને માર્યો ઢોર માર
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ગુણભાખરી ખાતે યોજાયેલા ચિત્ર વિચિત્ર મેળામાં એક ચો
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ગુણભાખરી ખાતે યોજાયેલા ચિત્ર વિચિત્ર મેળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ પોલીસની નકલ કરીને, ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરી, હાથમાં લાકડી લઈને મેળામાં આવેલા એક યુવકને ઢોર માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વ્યક્તિ પોતાને પોલીસ મિત્ર તરીકે રજૂ કરી, પોલીસનો રોફ જમાવી રહ્યો હતો અને ગરીબ લોકોને દબંગગીરી દ્વારા ડરાવી રહ્યો હતો, એવું સ્થાનિકોનું કહેવું છે. . આવી ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે, અને તેઓ માંગ કરી રહ્યા છે કે આ નકલી પોલીસની ઓળખ કરીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિકોનું એમ પણ કહેવું છે કે આ વ્યક્તિ પોલીસના નામે લોકોને ડરાવીને દબંગગીરી કરતો હોઈ શકે છે, જેની ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ.




