મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણાના બહુચરાજી પાસે મોડી રાત્રે 8 પદયાત્રીઓને ટ્રકે મારી ટક્કર, 2ના ઘટનાસ્થળે મોત

મહેસાણાના બહુચરાજી પાસે ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જે

મહેસાણાના બહુચરાજી પાસે ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં માઁ બહુચરના દર્શને જઈ રહેલા પદયાત્રીઓના સંઘને કાળનો પંજો ભરખી ગયો છે. સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો પદયાત્રી સંઘ ચૈત્રી પૂનમના મેળા નિમિત્તે બહુચરાજી જઈ રહ્યો હતો. આ દરમિયાન બહુચરાજીના નવા દેલવાડા નજીક એક બેફામ ગતિએ આવતા આઇસર ટ્રક ચાલકે ૮ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ ભયાનક ટક્કરમાં બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે

 ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

.અકસ્માતમાં અન્ય પાંચ પદયાત્રીઓને ગંભીર ઈજા પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પવિત્ર યાત્રા દરમિયાન બનેલી આ કરૂણ ઘટનાથી ધનાવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી રહી છે.

આ સમાચાર શેર કરો