VIDEO: પાર્ટી વિરોધી પ્રવૃત્તિ બદલ 'આપ'ના તાલુકા પંચાયત સદસ્ય સહિત ૬ કાર્યકરો સસ્પેન્ડ
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં આમ આદમી પાર્ટીએ પક્ષવિરોધી પ્

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં આમ આદમી પાર્ટીએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ એક તાલુકા પંચાયત સભ્ય સહિત 6 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. પક્ષના જણાવ્યા અનુસાર તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી દરમિયાન પાર્ટીના વ્હિપનો અનાદર કરીને કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા હતા, જેના કારણે ભાજપને ફાયદો થયો હતો. આમ આદમી પાર્ટીની 8 બેઠકો હોવા છતાં પ્રમુખ પદ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘટનાની ગંભીર નોંધ લઈને પ્રદેશ નેતૃત્વે કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં કદવાલ બેઠક પરથી ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય રમણભાઈ બારિયા સહિત અન્ય કાર્યકરોનો સમાવેશ થાય છે




