મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના કૃષ્ણનગરમાં ૫૦ લાખની ફિલ્મી ઢબે લૂંટ, ગઠિયાઓ ફરાર

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે ૫૦ લાખની લૂંટની ઘટના સામે આવી છે. મારુત

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે ૫૦ લાખની લૂંટની ઘટના સામે આવી છે. મારુતિ પ્લાઝામાં આવેલી એ.ડી.સી. બેંક સામે ગઠિયાઓએ ફિલ્મી ઢબે આ લૂંટને અંજામ આપ્યો હતો. ગઠિયાઓએ કાર ચાલકનું ધ્યાન ભટકાવવા માટે પહેલા તેમની ગાડી સાથે બાઈક અથડાવી તકરાર કરી હતી, અને તે દરમિયાન જ બીજી બાઈક પર આવેલા હેલ્મેટધારી બે અજાણ્યા શખ્સોએ ગાડીનો કાચ તોડી રૂ. ૫૦ લાખ ભરેલી બેગની તફડંચી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો