VIDEO: માળિયા-પીપળીયા હાઇવે પર ટ્રકે ટક્કર મારતા 4 શ્રદ્ધાળુઓના થયા હતા મોત, પોલીસે દાખલ કર્યો ગુનો
ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં મોરબીના માળિયા તાલુકામ
ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં મોરબીના માળિયા તાલુકામાં ચાંચાવદરડા ગામ પાસે માળિયા-પીપળીયા હાઇવે પર બનાસકાંઠાથી દ્વારકા દર્શને પગપાળા જતા શ્રદ્ધાળુઓને ટ્રકે ટક્કર મારતા 4 લોકોના મોત નીપજ્યાં છે.પોલીસે મૃતકોની ઓળખ હાર્દિક ચૌધરી, દિલીપ ચૌધરી, અમરા ચૌધરી અને ભગવાનજી ચૌધરી તરીકે કરી હતી.
પદયાત્રીઓનો છેલ્લો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ
ફરિયાદી નરસંગ ચૌધરીએ માળિયા પોલીસમાં ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.પદયાત્રીઓનો છેલ્લો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.




