VIDEO: ખેડાના કપડવંજમાં પીકઅપ વાન પલ્ટી ખાતા 2ના મોત અને 15 ઈજાગ્રસ્ત
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ખેડાના કપડવં
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ખેડાના કપડવંજમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ખેડાના કપડવંજના આલમપુરા પાસે બાયડથી નડિયાદ જતા માર્ગ પર પીકઅપ વાનના ડ્રાઈવરે ST બસ સાથે અકસ્માત ન સર્જાય તે માટે અચાનક બ્રેક લગાવી હતી. બ્રેક લગાવતા પીક અપવાન પરથી કાબુ ગુમાવ્યો હતો, અને પીકઅપ વાન પલ્ટાઈ ગઈ હતી.
પીકઅપ વાન પલ્ટી ખાઈ જતાં અકસ્માતમાં 2 મજૂરોના મોત
આ દરમિયાન પીકઅપ વાન પલ્ટી ખાઈ જતાં અકસ્માતમાં 2 મજૂરોના મોત થયા છે, જ્યારે 15 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે કપડવંજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




