VIDEO:અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારે ઉત્સા

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ‘સ્વસ્થ ઉંમર વધારવા માટે યોગ’ની થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં નગરજનોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો. ૨૦૧૫થી ઉજવાતા આ દિવસના માધ્યમથી યોગને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત કરવા તથા એક નિરોગી સમાજના નિર્માણ માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેમાં રિવરફ્રન્ટ પર ઉમંગદાયક વાતાવરણ જોવા મળ્યું હતું.


