મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શહેરમાં વધ્યો વૈદિક હોળીનો ટ્રેન્ડ, AMC ઢોરવાડામાં તૈયાર કરી રહ્યું છે 'વૈદિક હોળી કીટ'

સામાન્ય રીતે હોળીની પૂજામાં લાકડા બાળીને હળી પ્રગટાવવામાં આવે છે.

શહેરમાં વધ્યો વૈદિક હોળીનો ટ્રેન્ડ, AMC ઢોરવાડામાં તૈયાર કરી રહ્યું છે 'વૈદિક હોળી કીટ'

સામાન્ય રીતે હોળીની પૂજામાં લાકડા બાળીને હળી પ્રગટાવવામાં આવે છે. જેનાથી હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાય છે કારણ કે લાકડું બળતી વખતે હવામાં કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. તેના કારણે જ પર્યાવરણને બચાવવા વૈદિક હોળીની કીટ વિકસાવવામાં આવી છે. જે વાતાવરણ માટે અતિ લાભકારી છે અને તેમાં ઔષધિઓનો ઉપાયોગ કરાતો હોવાથી બિમારીઓથી પણ રક્ષણ મળે છે.

શહેરમાં વૈદિક હોળીનો ટ્રેન્ડ વધ્યો

હોળીનો તહેવાર નજીક છે અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લવાયેલી જાગૃતિ લોકો સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વૈદિક હોળીનો ટ્રેન્ડ વધી રહ્યો છે જેથી ગો સ્ટીકની અને છાણાંની માંગ પણ વધી છે. એક ગો સ્ટિક સામાન્ય રીતે ત્રણ થી ચાર કલાક માટે પ્રજ્વલિત રહે છે અને પર્યાવરણને પણ બચી રહે છે.

AMC ઢોરવાડામાં તૈયાર કરી રહ્યું છે વૈદિક હોળીની કીટ

હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં વૈદિક હોળીના ગો સ્ટીક તેમજ છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઢોરવાડામાં રહેલી ગાયોના ગોબરમાંથી સ્ટીક તેમજ સૂકા છાણાં તૈયાર કરવામાં આવે છે. પ્રતિદિન 15,000 નંગ છાણા અને 11000 નંગ ગો સ્ટીક તૈયાર કરવામાં આવી રહી છે. ગાયના ગોબરનો ઉપયોગ કરી મશીનમાં સ્ટીક તૈયાર કરવામાં આવે છે અને તૈયાર થયેલી સ્ટીકને ચાર દિવસ તડકામાં તપાવવામાં આવે છે.

બિમારીઓથી રક્ષણ આપે છે વૈદિક હોળી

આ ગો સ્ટીક સામાન્ય અઢીથી ત્રણ ફૂટની લંબાઈ ધારાવે છે. આ સ્ટિક તૈયાર થયા બાદ ત્રણથી ચાર કલાક હોળી પ્રચલિત રહે છે. કેટલાઇક જગ્યાએ તો આ ગો સ્ટીકમાં ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી અને નવ ઔષધિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી કેટલીય વાઈરલ બિમારીઓથી પણ રક્ષણ મળે છે.  

આ સમાચાર શેર કરો