Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Suspicious online trading network exposed in tharad

Vav-Tharad news: ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Vav-Tharad news: ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ
સોર્સ : GSTV

થરાદ પંથકમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે. થરાદ પોલીસે બાતમીના આધારે મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં એક મકાનમાં દરોડો પાડી લેપટોપ, મોબાઈલ અને ડેબિટ કાર્ડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજી તરફ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

App Store

થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, થરાદના મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ગત 15 એપ્રિલ, 2026 હાઈટેક સાધનો સાથે ઓનલાઇન ટ્રેડિંગની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હતી. થરાદ પોલીસે અહીં દરોડો પાડતા ઘટનાસ્થળેથી કોમ્પ્યુટર, લેપટોપ, કેમેરા, નેટવર્ક ઉપકરણો અને મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 10,69,100નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો આરોપ

થરાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે PSIએ તપાસ શરૂ કરી હતી. દરોડાના બીજા દિવસે આટલો મોટો મુદ્દામાલ જપ્ત થયો હોવા છતાં મામલો માત્ર ‘જાણવા જોગ’ તરીકે નોંધાતા સ્થાનિકોમાં અનેક સવાલો સાથે ચર્ચા થઈ રહી છે.

જેમાં પોલીસની કામગીરી મામલે પંથકમાં ચર્ચા થઈ રહી છે કે, 'દાળમાં કંઈક કાળુ રંધાઈ રહ્યું છે. ઘટનાના બીજા દિવસે મામલો માત્ર જાણવા જોગનો જ બહાર આવતા અનેક શંકાઓ ઊભી થઈ છે.'