Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : MP Geniben Thakor's serious allegation against LCB PI

Vav-Tharad news: સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, 'તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર...'

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
Vav-Tharad news: સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, 'તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર...'
સોર્સ : GSTV

સરહદી જિલ્લા બનાસકાંઠાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. બનાસકાંઠાના ફાયરબ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરવામાં આવેલી એક પોસ્ટને કારણે ભારે ચર્ચા જાગી છે. સાંસદે વાવ-થરાદ વિસ્તારના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી વિરુદ્ધ સીધા અને ગંભીર આક્ષેપો કરીને પોલીસ તંત્રને આડે હાથ લીધું છે.

App Store

'તાલુકા પંચાયત તોડવા સભ્યોના પરિવારને ધમકાવ્યા'નો આક્ષેપ

સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે, LCB PI એ.પી. ચૌધરી દ્વારા દિયોદર તાલુકા પંચાયત તોડવા માટે સભ્યોના પરિવારજનોને ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે. તેમણે પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા લખ્યું છે કે, "પીઆઇએ કાયદાનું જ કામ કરવું જોઈએ, તાલુકા પંચાયત તોડવાનું કામ તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. પોતાની મર્યાદામાં રહીને કામ કરો, અન્યથા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો."
સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, 'તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર...' 2 - image

PMO અને DGP સુધી પોસ્ટ કરી ટેગ

આ મામલો માત્ર સ્થાનિક સ્તરે ન રહેતા દિલ્હી અને ગાંધીનગર સુધી પહોંચ્યો છે. સાંસદે પોતાની આ વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટમાં વડાપ્રધાન કાર્યાલય (PMO), ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO), ગુજરાતના પોલીસ વડા (DGP) અને કોંગ્રેસ પક્ષને ટેગ કરીને આ સમગ્ર મામલે તાત્કાલિક ધ્યાન દોરવા અને કડક પગલાં લેવા માંગ કરી છે. ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017માં જ્યારે આ જ અધિકારી સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યારે પણ તેમણે એકતરફી કાર્યવાહી કરી હતી.

સમગ્ર મામલે પોલીસ પક્ષે મૌન? 

બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે LCB PIનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે એ.પી. ચૌધરી પોલીસ સ્ટેશનમાં હાજર મળી આવ્યા ન હતા. જ્યારે આ મુદ્દે તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમણે કોલ રિસીવ કરવાને બદલે ટેક્સ્ટ મેસેજ કે વોઈસ મેસેજથી વાત કરવા જણાવ્યું હતું. જો કે, મેસેજ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો પણ તેમના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ કે સ્પષ્ટતા સામે આવી નથી.

સાંસદ દ્વારા પોલીસ અધિકારી સામે કરાયેલા આ સીધા પ્રહારો બાદ હવે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.