સુરતમાં વરાછા બિલ્ડર એસોસિએશનનો યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ, એકમેકને ઉપયોગી થવા કરાઈ હાંકલ
સુરતમાં વરાછા વિસ્તારના બિલ્ડરો દ્વારા એક નવું એસોસિએશન બનાવવાની પહેલ કરવામાં આવી છે. સુરત શહેરના વરાછ

સુરતમાં વરાછા વિસ્તારના બિલ્ડરો દ્વારા એક નવું એસોસિએશન બનાવવાની પહેલ કરવામાં આવી છે. સુરત શહેરના વરાછા ,મોટા વરાછા ,સરથાણા ,પાસોદરા ,ખોલવડ ,કોસાડ ,વેલંજા ,કામરેજ, કડોદરા વિસ્તાર ,સણીયા, પર્વત પાટિયા ,ડીંડોલી, દેવધ , સચિન ,પીપોદરા, જેવા આજુબાજુ વિસ્તારના તમામ નાના-મોટા બિલ્ડરો એક સાથે ભેગા થઈને વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કર્યું છે.
આ એસોસિએશન બનાવવાનું મુખ્ય ઉદ્દેશ બિલ્ડર વ્યવસાયમાં વેપાર કરતાં લોકોના ધંધો ને નવી વેગ મળે તેમજ આ તમામ વિસ્તારના બિલ્ડરો એકબીજાના સંપર્કમાં રહે અને પોતાના વ્યવસાય ને આગળ વધારે તે હેતુથી વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હેવન પાર્ટી પ્લોટ પુના કેનાલ રોડ ખાતે આ તમામ વિસ્તારના નાના-મોટા બિલ્ડરો એકત્રિત થઈને આ વરાછા બિલ્ડર એસોસિએશન નું નિર્માણ કર્યું છે.
વરાછા બિલ્ડર એસોસિએશન બન્યા પછી નવી જનરેશન ના યુવાનોને રીયલ એસ્ટેટ ઉદ્યોગ તરફ જાય તે માટે પ્રયાસો કરવામાં આવશે તે સાથે રીયલ એસ્ટેટમાં પડતી મુશ્કેલીઓ તેના નિરાકરણ થાય તે સાથે યોગ્ય રજૂઆત કરી પ્રશ્નનો નિકાલ થાય જેવા વિવિધ મુદ્દાઓ નો નિકાલ થશે તેમજ આ વિસ્તાર માં થતી રીયલ એસ્ટેટ ના મહત્વ મુદ્દાઓ તેમજ મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચે છે તેવા પણ પ્રયાસો વરાછા બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવશે. વરાછા બિલ્ડર એસોસિએશનના સ્નેહ મિલન કાર્યક્રમમાં 2200થી પણ વધુ લોકો જોડાયા હતા.






