મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પત્નીને રેલ્વે સ્ટેશને મુકવા આવ્યો હતો પતિ, ટ્રેનમાં લૉક થઇ જતા વડોદરાથી સુરત પહોંચી ગયો

વડોદરામાં મુંબઇ જતી પત્નીને રેલ્વે સ્ટેશને મુકવા આવેલા પતિને વંદે ભારત ટ્રેનમાં કડવો અનુભ

પત્નીને રેલ્વે સ્ટેશને મુકવા આવ્યો હતો પતિ, ટ્રેનમાં લૉક થઇ જતા વડોદરાથી સુરત પહોંચી ગયો

વડોદરામાં મુંબઇ જતી પત્નીને રેલ્વે સ્ટેશને મુકવા આવેલા પતિને વંદે ભારત ટ્રેનમાં કડવો અનુભવ થયો હતો. પતિ વંદે ભારત ટ્રેનમાં લૉક થઇ જતા સુરત સુધી મુસાફરી કરવી પડી હતી.

કેવી રીતે બની ઘટના

પત્નીને સ્ટેશને મુકવા આવેલો પતિ ટ્રેનમાં જ લૉક થઇ ગયો છે અને વડોદરાથી સુરત પહોંચી ગયો હતો. કોશા નામની યુવતીએ જણાવ્યું કે તેમની માતાએ પ્રથમ વખત વંદે ભારત ટ્રેનમાં વડોદરાથી મુંબઇ જવાનું હતું. કોશાએ જણાવયું કે પિતા મમ્મીને સ્ટેશન પર મુકવા ગયા તો ટ્રેનનો ઓટોમેટિક દરવાજો લૉક થઇ ગયો હતો. ટ્રેન ઉપડી ગઇ હતી અને તે અંદર જ રહી ગયા હતા. એવામાં મુંબઇ જતી ટ્રેનમાં વ્યક્તિએ આગળના સ્ટેશન સુરત સુધી મુસાફરી કરવી પડી હતી.

ગાંધીનગરથી મુંબઇ વચ્ચે દોડે છે વંદે ભારત ટ્રેન

ગાંધીનગરથી મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડે છે. જે અમવદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહે છે.

આ ટ્રેન સવારે 6.10 વાગ્યે અમદાવાદથી રવાના થાય છે અને 11.35 વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચે છે. મુંબઇ સેન્ટ્રલથી આ ટ્રેન બપોરે 3.55 વાગ્યે ઉપડે છે અને રાત્રે 9.25 વાગ્યે અમદાવાદ પહોંચે છે.

આ સમાચાર શેર કરો