VIDEO: તુલસીશ્યામ રોડ પર વનરાજાની લટાર વરસાદી મોસમમાં સિંહનું અદભૂત દ્રશ્ય
ચોમાસાની ઋતુમાં ગીરના જંગલોમાં મચ્છરો અને જંતુઓના વધતા ઉપદ્રવથી

ચોમાસાની ઋતુમાં ગીરના જંગલોમાં મચ્છરો અને જંતુઓના વધતા ઉપદ્રવથી બચવા માટે ઘણીવાર સિંહો જંગલ વિસ્તાર છોડીને ડુંગરાળ કે સડક માર્ગો પર આવી ચડતા હોય છે, ત્યારે ઉના પંથક નજીક તુલસીશ્યામ મેઈન રોડ પર ઝરમર વરસાદની મજા માણતા વનરાજાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગ પર અચાનક વનરાજા આવી ચડતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોના પૈડાં થંભી ગયા હતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનો રોકી દેવાયા હતા. આ અદભૂત ક્ષણને એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. રીમઝીમ વરસાદમાં વનરાજાના આ લટાર મારતા દ્રશ્યો જોઈને સિંહ પ્રેમીઓમાં ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


