VIDEO: દિવાળી પહેલા સોળસુંબા ગામની મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગ દ્વારા સ્વ-રોજગારી ઉભી કરી
VIDEO: દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે, દિવાળી અને બજારોમાં આવતી તેજી નાના મોટા વ્યવસાયકારો માટે એક ઉત્સવ સમો બને છે. આ ક્રમમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના આવેલા સોળસુંબા ગામની મહિલાઓએ એક નવો ચીલો ચાતર્યો છે. જેમાં ગૃહ ઉદ્યોગ અને હેન્ડમેડ વસ્તુઓ બનાવી ઘરે વ્યવસાય કરતી બહેનોએ એક નવી રીત અપનાવી છે.
મોંઘા દુકાનોના ભાડાઓ અને બજારમા ઊભા રહેવા કરતા સોશિયલ મીડિયાથી જાહેરાત કરી વુમન્સ એક્ઝિબિશન કરે છે. તમામ બહેનો પૈસા કાઢીને સ્ટોલ લગાવે છે અને લોકો અહીં ખરીદી કરવા આવે છે. જેનાથી લોકો સામે ઓળખ ઊભી થાય છે અને વાર તહેવારે આખું વર્ષ આ બહેનો ઓનલાઇન કે પછી અન્ય ઓળખથી એમની તમામ પ્રોડક્ટ વેચતા હોય છે. નાના વ્યવસાયો સાથે સંકળાયેલી બહેનોએ વુમન્સ પાવર એક્ઝિબિશન રાખી તહેવારોમાં આવક રળી લેછે અને અને પોતાની આગવી ઓળખ પણ ઊભી કરતી હોય છે.

