Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Sambeladhar 10 inches of rain in 6 hours in Waghai, Dang, state highway closed in Valsad; Red alert in 9 districts

ડાંગના વઘઈમાં 6 કલાકમાં સાંબેલાધાર 10 ઈંચ વરસાદ, વલસાડમાં સ્ટેટહાઈવે બંધ; 9 જિલ્લામાં રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ડાંગના વઘઈમાં 6 કલાકમાં સાંબેલાધાર 10 ઈંચ વરસાદ, વલસાડમાં સ્ટેટહાઈવે બંધ; 9 જિલ્લામાં રેડ એલર્ટ
સોર્સ : gstv

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર ગઇકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારના 6 વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં 12.64 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 12.36 ઈંચ વરસાદથી પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે.

App Store

 જ્યારે બીજી બાજુ મહેસાણાના કડીમાં અડધી રાતે માત્ર બે કલાકના અરસામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે જૂનાગઢના માણાવદરમાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજના સવારના 6 વાગ્યાથી લેટેસ્ટ આંકડા સામે આવવા લાગ્યા છે. આજે મેઘરાજાએ વલસાડ અને નવસારીનો વારો પાડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આગામી ત્રણ કલાક માટે 9 જિલ્લામાં રેડ એલર્ટ, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતના જૂનાગઢ, ગીર સોમનાથ, ખેડા, આણંદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા બે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, ભરુચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.  

વલસાડમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજ અને સ્ટેટ હાઈવે બંધ

વલસાડમાં સવારે 6થી 10 એમ ચાર જ કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ પડવાના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. સ્ટેટ હાઈવે તથા જિલ્લા પંચાયતના 36 રસ્તા બંધ કરી દેવાયા છે. તથા નીચાણવાળા વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. 

નવસારીના ચીખલીમાં ધમધોકાટ વરસાદ, 4 કલાકમાં 8 ઈંચથી પાણી જ પાણી

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર આજે સવારથી જ વલસાડની સાથે નવસારીમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. નવસારીના ચીખલીમાં અત્યાર સુધીમાં માત્ર ચાર કલાકના ગાળામાં 8.03 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચોરકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વલસાડમાં 6.89 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. બીજી બાજુ ડાંગમાં 5.04 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.