Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Dang's stunt video in Saputara goes viral

VIDEO: ડાંગના સાપુતારામાં સ્ટંટબાજીનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ડાંગના સાપુતારા ઘાટ માર્ગ પર કરવામાં આવેલી ખતરનાક સ્ટંટબાજીનો વીડિયો વાયરલ થતાં ડાંગ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. પ્રકૃતિના ખોળામાં વસેલા ડાંગ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા વાહનોમાં સ્ટંટબાજીની ઘટનાઓ વધતી જતી હોવાને કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સુરતના ૨૦ વર્ષીય યુવક રુદ્ર રાવલે કારમાં ઘાટ રોડ પર જોખમી સ્ટંટ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ડાંગ જિલ્લા પોલીસે રુદ્ર રાવલ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે. પોલીસે આવી અનુચિત પ્રવૃત્તિઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsviral videos