VIDEO : વલસાડના ઉમરગામમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટાં: ખેડૂતોમાં સારા ચોમાસાની આશા
સોર્સ : gstv
દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકામાં વહેલી સવારે કાળાડિબાંગ વાદળોની ઘેરાબંદી વચ્ચે જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. ઉમરગામ તાલુકામાં ખેતીવાડી માટે હાલ આ વરસાદ ખૂબ જ કીમતી સાબિત થઈ રહ્યો છે, જેનાથી જગતના તાતમાં સારા ચોમાસાની આશા બંધાઈ છે.ભૌગોલિક રીતે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના ડુંગરો અને જંગલો સારા વરસાદ માટે કુદરતી પરિબળનું કામ કરે છે, જેથી દર વર્ષે અહીં નોંધપાત્ર વરસાદ થાય છે. ચાલુ વર્ષે પણ મેઘરાજાની આવી જ ધમાકેદાર શરૂઆતથી સ્થાનિક લોકો અને ખેડૂતોમાં વર્ષ સારું જશે તેવો મોટો આશાવાદ જોવા મળી રહ્યો છે.

