Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Massive fire breaks out in bank ATM in Khattalwada market

VIDEO: Valsad / ખત્તલવાડા ગામની બજારમાં બેંકના ATMમાં ભીષણ આગ, ATM મશીન બળીને ખાખ

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામના મુખ્ય બજારમાં આજે વહેલી સવારે આગની એક ભીષણ ઘટના બની હતી. અહીં આવેલી એચડીએફસી (HDFC) બેંકના એટીએમ મશીનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

App Store

ઘટનાની જાણ થતા જ આજુબાજુના રહીશો અને દુકાનદારો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ પોતાના સ્તરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો અથાક પ્રયત્ન કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખા એટીએમ રૂમને પોતાની લપેટમાં લઈ લીધો હતો.

આગની જાણ થતા જ ઉમરગામ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગ બાજુમાં આવેલી અન્ય દુકાનો સુધી ફેલાતા અટકી હતી, જેનાથી મોટી જાનહાનિ કે મિલકતનું નુકસાન ટળ્યું હતું.