VIDEO:ઉમરગામ દરિયાકિનારે મરીન કમાન્ડોની બાજ નજર, કાળઝાળ ગરમીમાં પણ અડગ ફરજ
સોર્સ : GSTV
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયાકિનારે મરીન કમાન્ડો કાળઝાળ ગરમી અને વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે આ કમાન્ડો દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને દરિયાની આંતરિક હિલચાલ તેમજ કાંઠા વિસ્તારની ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સરહદ અને આંતરિક સુરક્ષાની સાથે-સાથે દરિયામાં સર્જાતી દુર્ઘટનાઓ સમયે બચાવ કાર્યમાં પણ મરીન કમાન્ડો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

