Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Many children collapsed in the scorching heat in the forest cover program

VIDEO: વન કવચ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાલાકી, કાળઝાળ ગરમીમાં અનેક બાળકો ઢળી પડ્યા

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મલાવ ખાતે વન વિભાગ દ્વારા આયોજિત વન કવચ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની હાલાકીનો મુદ્દો સામે આવ્યો છે. કાર્યક્રમ માટે શાળાના બાળકોને ટેમ્પોમાં ભરી સ્થળ પર લાવવામાં આવ્યા હતા અને કાળઝાળ ગરમીમાં લાંબા સમય સુધી તડકામાં ઊભા રાખવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. તીવ્ર ગરમીના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવતાં તેઓ ઢળી પડ્યાની ઘટના પણ સામે આવી છે. કાર્યક્રમમાં આગેવાનોના મોડા આગમન વચ્ચે બાળકોને કલાકો સુધી તડકામાં ઊભા રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સમગ્ર ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને આવા કાર્યક્રમોના આયોજનને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsumargam