VIDEO:વલસાડમાં જાહેર રોડ પર ગેંગનો આતંક! યુવક પર તૂટી પડ્યા 5 શખ્સો
સોર્સ : GSTV
વલસાડ શહેરના કૈલાસ રોડ વિસ્તારમાં જાહેરમાં છૂટા હાથની મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ૪ થી ૫ જેટલા યુવકોના ટોળાએ એક યુવકને નિશાન બનાવીને બેફામ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલા આ બનાવને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

