Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Gallery of shopping complex collapses in Udwada

VIDEO: Valsadના ઉદવાડામાં શોપિંગ કોમ્પલેક્ષની ગેલેરી તૂટી પડી, દુકાનો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડામાં કાલે એક શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી હતી. આ ઘટનાના જીવંત દ્રષ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં.સવારે આ ઘટના બની હતી. ત્યારે કોઈ હાજર નહીં હતું. આથી એક મોટી દુર્ઘટના ટળી હતી. ઉદવાડા સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયતનું એક શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે. આ શોપિંગ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સમાં નીચે અને ઉપર અનેક દુકાનો આવેલી છે. આ કોમ્પ્લેક્સની ગેલેરી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતી. તેમ છતા કોઈ કાર્યવાહી નહિ થતા આખરે આ ગેલેરીનો આખો ભાગ છૂટી પડ્યો હતો. આખા કોમ્પ્લેક્સની પહેલા માળની ગેલેરી તૂટી અને નીચે પડતા રોડ પર કાટમાળ વિખેરાયો હતો. જો કે સદનસીબે વહેલી સવારે ઘટના બની હોવાથી કોઈ દુકાનો ખુલી ન હતી કે, કોઈ હાજર નહીં હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને તંત્રની ટીમો દોડતી થઈ હતી. કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ગેલેરી તૂટી પડવાની આ ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જે આજે સામે આવી હતી.

App Store
ટોપિક્સ:valsadudvadacollapse