Video: હાઈ વે પર હવામાં ઉડતી દેખાઈ કાર! રોડ પર અધૂરા પેચ વર્ક જોખમી
રોડ-રસ્તાના કામ યોગ્ય રીતે થતાં ન હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈ વે પર મહારાષ્ટ્રના તલાસરી પાસે હાઈ વે પર હવામાં ઉડતી કાર જેવા દૃશ્યો સામે આવ્યાં છે. જો કે કાર ચાલકનો આબાદ બચાવ થતા આ કાર કયાંની હતી. તે જાણી શકાયું નથી. હાઈ વે પર હાલ ક્યાંક ક્યાંક અધૂરા પેચ વર્ક જેવા કામો વાહન ચાલકો માટે જોખમી બન્યા છે. જોરદાર ગતિથી આવતા વાહનોને હાઈ વે પર અચાનક આવતા આવા મોટા પેચની જાણકારી ન હોવાના કારણે આવા ભયાવહ દ્રશ્યો સામે આવે છે. ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહેલી કાર હવામા જાણે ઉડીને નીકળી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. કાર એટલી જ ગતિથી આગળ હેમખેમ નીકળી ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વાહન ચાલકોએ મુંબઈ અમદાવાદ હાઈ વે પર સાવધાની રાખવી જરૂરી છે.
આ પણ વાંચોઃ પૈસા ફેંકો ડોક્ટર બનો! સુરતમાં કામદાર, ગેરેજવાળા પણ નકલી ડિગ્રીથી બની ગયા ડોક્ટર

