VIDEO: બે કલાકમાં 6.2 ઈંચ વરસાદ,વલસાડ પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત
સોર્સ : GSTV
વલસાડ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં માત્ર બે કલાકમાં 6.2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો છે.

