VIDEO: Valsadના ડુંગરીમાં માછીમારી કરવા ગયેલા 4ને બંધક બનાવાયા, અત્યાચાર ગુજારાતો હોવાના આક્ષેપ
વલસાડના દરિયા કિનારે આવેલા ડુંગરી ગામમાં માછીમારી કરવા કામે લાવેલા ચાર યુવકો ગયાં હતાં. જેમને બંધક બનાવી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થયો હતો. સેલવાસના એક સામાજિક કાર્યકરે યુવકોનો બંધક બનાવેલી હાલતમાં વિડીયો અંગે પોલીસને જાણ કરી હતી.આથી વાયરલ વિડીયો અંગે ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ડુંગરી માં એક મકાનમાંથી ચાર યુવકોને મુક્ત કરાવ્યા હતા. જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. આ મામલે મળતી માહિતી મુજબ આ ચારે યુવકો અહીં માછીમારી કરવાના કામ માટે આવ્યા હતા. પરંતુ તેમને કોઈ કારણસર આ રૂમમાં પૂરી રાખવામાં આવ્યા હતા. આ યુવકોએ વીડિયો બનાવી તેમના પર બળજબરી પૂર્વક અત્યાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા હતા. તેમને માછીમારીના બહાને અહીં બોલાવ્યા હતા.પરંતુ અહીં બંધ કરી ગોંધી રાખવામાં આવ્યા હતા.જોકે અત્યારે પોલીસે આ ચારેય યુવકોને મુક્ત કરાવી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે .જોકે આ મામલે હજુ સુધી ફરિયાદ દાખલ નહીં થતાં હકીકત જાણવા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.

