VIDEO: વલસાડ / ઉદવાડા જુના ફાટક પાસે જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા અફરાતફરી
વલસાડ જિલ્લાના ઉદવાડા જુના ફાટક પાસે જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટી જતા અફરાતફર


વલસાડ જિલ્લાના ઉદવાડા જુના ફાટક પાસે જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટી જતા અફરાતફરી મચી ગઈ. આ બિલ્ડિંગ નીચે જ શાકભાજી માર્કેટ ભરાય છે. સ્લેબનો કાટમાળ નીચે પડતા શાકભાજી વેચનાર ત્રણ વ્યક્તિ નીચે દબાયા હતા. જેમાં એકની હાલત ગંભીર હોવાતી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. લાંબા સમયથી જર્જરિત આ મકાનને કોઈ કાર્યવાહી થઈ ન હતી. ચોમાસુ નજીક છે અને હજુ પણ આસપાસ જર્જરિત મકાનના માલિક સામે કાર્યવાહીની માગ ઉઠી છે.

