Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Witkos city bus service in Vadodara suddenly stopped: Passengers in trouble as contract with municipality ends

VIDEO: વડોદરામાં વિટકોસ સિટી બસ સેવા અચાનક બંધ: પાલિકા સાથેનો કરાર પૂર્ણ થતાં મુસાફરો મુશ્કેલીમાં

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં વિટકોસ સિટી બસ સેવા અચાનક બંધ થતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. મહાનગરપાલિકા અને વિટકોસ વચ્ચેનો કરાર પૂર્ણ થતાં કંપનીએ બસ સેવા બંધ કરી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2008થી શરૂ થયેલી આ સેવા બંધ થતાં રોજિંદા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રૂટ પર જાહેર પરિવહન ખોરવાઈ ગયું છે અને બસ સ્ટોપ પર લાંબી રાહ જોવી પડી રહી છે. ઓટો અને ખાનગી વાહનો પર નિર્ભરતા વધતાં મુસાફરીનો ખર્ચ પણ વધી ગયો છે. નાગરિકોએ તાત્કાલિક બસ સેવા પુનઃશરૂ કરવાની માંગ ઉઠાવી છે.

App Store