Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VMC presents tax-free budget of Rs 7609 crore, announces construction of 6 bridges

VMCનું 7609 કરોડનું કર દર વિનાનું બજેટ રજૂ, શહેરમાં 6 નવા બ્રિજ બનાવવાની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2026
લાઇવ ટીવીGoogle News
VMCનું 7609 કરોડનું કર દર વિનાનું બજેટ રજૂ, શહેરમાં 6 નવા બ્રિજ બનાવવાની જાહેરાત
સોર્સ : GSTV

વડોદરા મહારનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પાલિકાનું 7609.63 કરોડનું કર દર વિનાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં 5036 કરોડનો ખર્ચો દર્શાવાયો છે, જ્યારે 4861 કરોડ રુપિયાની આવક થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. બજેટની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો જોઇએ તો 200 કરોડના બ્લ્યુ બોન્ડ બહાર પાડવામાં આવશે. શહેરમાં સ્ટ્રેટેજિક ક્લાઈમેટ એક્શન માટે સેલ ઉભી કરાશે અને 260 કરોડના ખર્ચે 6 નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરાઇ છે.

App Store

છ ફાયર સ્ટેશન બનાવાશે

ઉપરાંત 298 કરોડના ખર્ચે નવી મોડેલ સ્કૂલોનું નિર્માણ તથા શહેરમાં 30 હજાર સરકારી આવાસ યોજનાઓ, સમા, માંજલપુર અને સેવાસીમાં 3 નવા ઓડિટરિયમ બનાવાની જાહેરાત કરાઇ છે. વડોદરા મહાનગરપાલિકાની આઇકોનિક બિલ્ડીંગ બનાવવા 150 કરોડનો ખર્ચ કરાશે. વર્ષના કવાર્ટર દરમિયાન 150 કરોડ રૂપિયાના ખર્ચે છ ફાયર સ્ટેશન નિર્માણ પામશે. શહેરને મલ્ટી લેવલ કાર પાર્કિંગ બનાવવાની જાહેરાત સાથે દરેક ઝોનમાં શ્રમિકો માટે ચોક બનાવામાં આવશે.