VIDEO: વડોદરા: મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.
સોર્સ : GSTV
વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની એક સનસનાટીભરી ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકમ્પ મચી ગયો છે. પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સત્તાવાર ઈમેલ મારફતે આ ખતરનાક ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ મુખ્ય કચેરી ખાતે જ મ્યુનિસિપલ કમિશનર, મેયર, ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા અન્ય સત્તાધીશો નિયમિતપણે બેસે છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડની ટીમો તપાસ માટે દોડી ગઈ છે.

