Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Vadodara roads become a matter of concern before the rains, citizens are angry with VMC

VIDEO: વરસાદ પહેલાં વડોદરાના રસ્તા બન્યા ચિંતાનો વિષય, VMC સામે નાગરિકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં આગામી છ દિવસ વરસાદની આગાહી વચ્ચે શહેરના ખુલ્લા ખાડા અને અધૂરા વિકાસ કામો ચિંતાનું કારણ બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા, ડ્રેનેજ અને પાણીની લાઈનોના કામને કારણે માર્ગો ખોદાયેલા હાલતમાં છે. સામાન્ય રીતે 31 મે સુધી તમામ કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા હોય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ હવે આ મુદત 15 જૂન સુધી લંબાવી છે.

App Store

વરસાદી પાણી ખાડાઓમાં ભરાવાની શક્યતા વચ્ચે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે. અનેક સ્થળોએ કામ હજુ અધૂરું હોવાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે તંત્ર માટે પણ સ્થિતિ પડકારજનક બની છે.