Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Vadodara: Horrific accident on highway, driver dies in horrific accident

VIDEO: વડોદરા: હાઈવે પર ભયાનક અકસ્માત, ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા નેશનલ હાઈવે 48 પર કરજણના દેથાણ નજીક પ્લેઝર ઇન્ડિયા કંપની પાસેથી પસાર થતા રોડ પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા તરફ જઈ રહેલો એક આઇસર ટેમ્પો આગળ ચાલતા અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોના કેબિનના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને ડ્રાઈવર તેમજ કન્ડકટર અંદર જ ગંભીર રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટની મદદથી ટેમ્પોના પતરા કાપી અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા. જોકે, 108 એમ્બ્યુલન્સની ટીમે તપાસ કરતા ડ્રાઈવરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યો હતો. જ્યારે ફાયર વિભાગની તત્પરતાને કારણે કન્ડકટરને જીવતો બહાર કાઢી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં સફળતા મળી હતી.

App Store