VIDEO: વડોદરા ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગ અને ડાઈવર્ઝન પાસેનું ગરનાળું સંપૂર્ણપણે ધોવાઈ ગયું
સોર્સ : GSTV
વડોદરાના સાવલી પંથકમાં ગઈકાલથી શરૂ થયેલી મેઘમહેર હવે આફત બનીને વરસી રહી છે. સતત ભારે વરસાદને કારણે ધનતેજ અને સધાપુરા ગામને જોડતો મુખ્ય માર્ગ અને ડાઈવર્ઝન પાસેનું ગરનાળું સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. ગરનાળું તૂટી જતાં રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે વાહનવ્યવહારસંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.રસ્તો બંધ થવાના કારણે આખું ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. રોજિંદી અવરજવર કરતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરીયાત વર્ગની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

