VIDEO/ વાઘોડિયામાં કમોસમી વરસાદની થપાટ: કેરીના પાકને ભારે નુકસાન
સોર્સ : GSTV
વડોદરાના વાઘોડિયામાં વાવાઝોડા અને તીવ્ર પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદને કારણે જગતના તાત પર મોટી આફત આવી છે. ભારે પવનના લીધે આંબા પરથી તૈયાર કેરીઓ નીચે ખરી પડી છે, જેનાથી કિંમતી પાક બગડી જવાનો ભય સતાવી રહ્યો છે. આ અણધાર્યા વરસાદથી સ્થાનિક ખેડૂતો અને કેરીના વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેની સીધી અસર આગામી દિવસોમાં કેરીના ભાવો પર પણ પડી શકે છે.

