Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Video/ Unknown persons set fire to a jeep and fled late at night in Atladara,

Video/ Vadodara ના અટલાદરામાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો જીપને આગ ચાંપી પલાયન, વિસ્તારમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી ગોકુલ નગરમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઘર પાસે પાર્ક કરેલી એક બોલેરો જીપને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હતી અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

App Store

શું હતી સમગ્ર ઘટના?

ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ક્રિપાલ સિંગ નામના વ્યક્તિએ પોતાની બોલેરો જીપ રાબેતા મુજબ ઘર પાસે પાર્ક કરી હતી અને તેઓ ઘરે હતા. તે દરમિયાન ઓચિંતા કોઈ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને પાર્ક કરેલી જીપ પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને આગ લગાવી દીધી હતી. આગ લગાવ્યા બાદ આરોપીઓ તાત્કાલિક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

સ્થાનિકોની સમયસૂચકતા

જીપમાં આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ જોઈને સ્થાનિક રહીશો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોએ સમયસૂચકતા વાપરીને પાણીનો મારો ચલાવી જીપમાં લાગેલી આગને ઓલવી દીધી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી અને આસપાસના અન્ય વાહનો બચી ગયા હતા.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જીપ સળગતી હોવાનો અને ત્યારબાદ તેને ઓલવતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાહન માલિક દ્વારા આ અંગે પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસીને અજાણ્યા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.