Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Unique effort of youth to preserve Garba tradition in Vadodara, the cultural city

VIDEO: સંસ્કાર નગરી વડોદરામાં ગરબાની પરંપરા જાળવવા યુવાઓનો અનોખો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: નવરાત્રી આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સંસ્કાર નગરી વડોદરામાં યુવાઓ પરંપરાગત સ્વદેશી અપનાવી ગરબા રમશે. આ વર્ષે ગરબાની પરંપરા જાળવવા સુંદર અને જરા હટકે આયોજન કર્યું છે. હાલ તો ગરબાની જોરદાર પ્રેક્ટિસ ચાલી રહી છે. જેમજેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ યુવાનો-યુવતીઓ ગરબાની તૈયારીઓના આયોજનમાં લાગી ગયા છે. 

આ નવરાત્રીમાં યુવાઓ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને  સ્વદેશીની થીમ સાથે ગરબાની રમઝટ બોલાવશે. તેમજ આ વર્ષે પિઝા-પાસ્તા સહિત વિદેશી ફૂડનો ત્યાગ કરીને સ્વદેશી વ્યંજનોના ફૂડ સ્ટોલ પર નાસ્તો કરશે. આ યુવાઓનું ગૃપ ગરબા દરમિયાન તમામ પ્રકારની વિદેશી વસ્તુઓ પહેરવા અને આરોગવા પર મનાઈ ફરમાવશે. માત્ર સ્વદેશી અપનાવવાનો પ્રચાર કરશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાનો ગરબો છે વિશ્વ વિખ્યાત છે. અને યુનેસકો દ્વારા પણ આ ગરબાની નોંધ લેવાઈ છે. હજારોની સંખ્યામાં યુવાઓ ગરબા રમે છે. તાળી અને ચપટીના સથવારે અહીં નવરાત્રીના ગરબા રમવામાં આવે છે. ક્લબ ક્લચરથી વડોદરામાં ક્યાય ગરબા રમાતા નથી. આ સિવાય ગરબામાં પણ સ્વર પણ પરંપરિક હોય છે. જેથી આ નવરાત્રીએ સ્વદેશી અને પરંપરા જાળવવાનો યુવાનો પ્રયાસ કરશે.

App Store