VIDEO:વડોદરામાં સોમાતળાવ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા
સોર્સ : GSTV
વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં આવેલી વૈષ્ણવ પાર્ક સોસાયટી સહિતના વિસ્તારો અત્યારે ગંભીર પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં દર ઉનાળે પીવાના પાણી માટે ભારે બૂમાબૂમ મચે છે. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે મહાનગરપાલિકા તંત્રને ઓનલાઇન અને ઓફલાઇન અનેક ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ તંત્ર તરફથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. પાલિકાની આ નિષ્ક્રિયતા અને ઉદાસીનતાથી કંટાળીને ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકો આખરે રસ્તા પર ઉતરી આવ્યા છે. પાણીની નવી લાઈનો નાખવા માટે ખાડા તો ખોદાયા છે, પરંતુ કામ અધૂરું હોવાથી પરિણામ શૂન્ય રહ્યું છે. આક્રોશિત લોકોએ પાલિકા તંત્રનો હુરિયો બોલાવીને તાત્કાલિક પાણી આપવાની ઉગ્ર માંગ કરી છે.

