VIDEO: વડોદરામાં સ્કૂટર ચાલકને વાહનમાં રીક્ષામાં મુકીને પેટ્રોલ પંપ સુધી લઈ જવું પડ્યું
સોર્સ : GSTV
રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે વડોદરામાં પેટ્રોલ પંપ સંચાલકોએ ઈમરજન્સીમાં પણ બોટલમાં પેટ્રોલ ભરવાની ના પાડતા સ્કૂટર ચાલકની સ્થિતિ કફોડી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે એક સ્કૂટર ચાલકે પોતાનુ સ્કૂટર રીક્ષામાં મુકીને પેટ્રોલ પંપ સુધી લઈ જવું પડ્યું હતુ.તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વાયરલ વીડિયો અટલ બ્રિજનો હોવાનું સામે આવ્યું છે.

