VIDEO: ભાયલીમાં એન.આર.આઈ.ની કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ, એકની ધરપકડ
સોર્સ : gstv
વડોદરા તાલુકાના ભાયલી ગામની કરોડો રૂપિયાની એનઆરઆઈ માલિકીની જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કેસમાં તાલુકા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ જમીનના મૂળ માલિકોની જાણ બહાર ખોટો વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો હતો અને રૂપિયા ચૂકવ્યા હોવાનું દર્શાવવા માટે બોગસ એકનોલેજમેન્ટ રસીદ પણ બનાવી હતી. આ રીતે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાનો આરોપ છે. ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

