VIDEO: વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની થઈ સમીક્ષા
સોર્સ : gstv
વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા મેયરે વોર્ડ નંબર 5ની મુલાકાત લીધી હતી. મેયરે અધિકારીઓ સાથે વિવિધ સ્થળોની મુલાકાત લઈને ચાલી રહેલા કામોની માહિતી મેળવી હતી. શહેરમાં હાલ મોટા પાયે પ્રિ-મોન્સૂન અને વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 5માં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરીને મેયરે જરૂરી સૂચનો આપ્યા હતા.
વરસાદી સિઝન દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ કામો ગુણવત્તા સાથે અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કામગીરીને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

