Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: People are worried as sewage overflows in Dabhoi Town

VIDEO: ડભોઈ ટાઉનમાં ગટરના ગંદા પાણી ઊભરાતા લોકો ત્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: વડોદરા જિલ્લાના ડભોઈ ટાઉનમાં વગર વરસાદે પણ નગરજનો દૂષિત પાણીથી હાલાકી વેઠી રહ્યા છે. ડભોઈ નગરના મહુડી ભાગોળ નજીક આવેલા જનતા નગર વિસ્તારમાં બે મહિનાથી ઉભરાતી ગટરોના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ તેમજ મકાનોની આસપાસ રેલાતા હોય દુર્ગંધ ફેલાઈ રહી છે. જેના કારણે આ વિસ્તારના લોકોનું રહેવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારના રહીશોએ નગરપાલિકા તંત્રને લેખિત મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ જ પરિણામ નહીં આવ્યું. ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાતો હોય લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. 

App Store

દિવાળીના તહેવારને ગણતરીના જ દિવસો આડા રહ્યા છે ત્યારે નગરપાલિકા તંત્ર ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ લાવે તેવી માંગ ઉઠી છે. આ બાબતે તંત્ર એક્શનમાં નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન નો માર્ગ અપનાવવામાં આવે તો નવાઈ નહીં.