VIDEO: યુવકને માર મારી મોપેડ સળગાવવાના કેસમાં વડોદરાના રાવપુરા પોલીસ મથકના હેડ કૉન્સ્ટેબલ નિલેશ બારૈયાની ધરપકડ
VIDEO: વડોદરા શહેરમાં આવેલા રાવપુરા પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ નિલેશ બારૈયાને ફરજ બજાવતો હતો તે જ પોલીસ મથકમાં આરોપી તરીકે હાજર થવું પડવાની નોબત આવી છે. એક યુવકને માર મારી પોલીસકર્મીએ તેનું મોપેડ સળગાવી દેતા પોલીસ તપાસ બાદ આરોપી તરીકે રાવપુરા પોલીસ મથકમાં નોકરી કરતા હેડ કૉન્સ્ટેબલ નિલેશ બારૈયા અને તેના બે સાગરિતોની આખરે ધરપકડ કરવામાં આવી હતી. જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
વડોદરા શહેરના નવલખી મેદાનમાં મહિલા મિત્ર સાથે કુંઢેલા ગામનો યુવક બેઠો હતો ત્યારે રાવપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તેના ભત્રીજા ભૌતિક ભીલ અને તેનો મિત્ર ચતુર બારૈયા સાથે પહોંચ્યો હતો અને યુવક અને તેની મહિલા મિત્ર વાત કરતા સમયે પૂછપરછ કરી મોપેડના પૂરતા દસ્તાવેજ ન હોવાથી સમાધાનની વાત કરી હતી. જેથી યુવતી સાથે રહેલા યુવકને નવલખી મેદાનના એક ખૂણે લઈ જઈને માર માર્યો હતો. સરફરાઝ ગરાસિયા જ્યાં નોકરી કરે છે તેના શેઠનું મોપેડ લઈને પોતાની મિત્રને મળવા આવ્યો હતો. જો કે, યુવકે ત્યારબાદ ભાગવા જતા સાથીદારોને પકડવા મોકલ્યો પરત આવીને જોતા યુવકનું મોપેડ સળગેલી હાલતમાં મળ્યું હતું. જેથી યુવકે હેડ કૉન્સ્ટેબલ સામે લેખિતમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ફરિયાદના આધારે હેડ કૉન્સ્ટેબલ નિલેશ બારૈયા તેના ભત્રીજા અને મિત્રની ધરપકડ કરવામાં આવી હતી.

